વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી પહેલી હેટટ્રિક ભારતના ચેતન શર્માએ લીધી હતી
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શનિવારે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું હતું આ ટીમની ચોથી જીત અને આ સાથે જ ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે આ મેચની અંતિમ ઓવર ખૂબ જ રોમાંચકભરી હતી અંતિમ ઓવરમાં ટીમને 16 રનની જરૂર હતી નબીએ પ્રથમ બોલ ફોર ફટકારી હતી જ્યારે બીજા બોલ પર તે રન કરી શક્યો નહોતો તે પછીના 3 બોલ પર મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી મોહમ્મદ શામીએ વર્લ્ડ કપ 2019માં પહેલી હેટટ્રિક લીધી હતી ત્યારે અમે તમને જણાવીએ કે, અત્યાર સુધીના વર્લ્ડ કપમાં કયાં કયાં ખેલાડીઓએ હેટટ્રીક વિકેટ લીધી છે

ચેતન શર્મા, ભારત
વર્લ્ડકપનાં ઇતિહાસમાં સૌથી પહેલી હેટટ્રીક વિકેટ ભારતનાં પૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્માનાં નામે છે ચેતન શર્માએ 1987ના વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડનાં કીનેથ રદરફોર્ડ, ઇયાન સ્મિથ અને ચેટફિલ્ડને સતત ત્રણ બોલ પર આઉટ કરી ક્રિકેટનાં મહાકુંભમાં હેટટ્રીક લઈ ઇતિહાસ રચ્યો હતો

સકલેન મશ્તાક, પાકિસ્તાન
વર્લ્ડકપમાં બીજી હેટ્રિક લેવાનો રેકોર્ડ પાકિસ્તાનનાં પૂર્વ સ્પિનર સકલેન મશ્તાકનાં નામે છે સકલેન-મુશ્તાકે 1999નાં વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેના ઓલંગા, એડમ હકલ અને માંગવાને આઉટ કરી હેટટ્રીક વિકેટ ઝડપી હતી

ચામિંડા વાસ અને લસિથ મલિંગા, શ્રીલંકા
શ્રીલંકા ચામિંડા વાસે 2003ના વર્લ્ડ કપમાં અને લસિથ મલિંગાએ 2007 અને 2011ના વર્લ્ડ કપમાં હેટટ્રીક વિકેટ લીધી છે ચામિંડા વાસે 2003ના વર્લ્ડકપમાં બાંગ્લાદેશના હનન સરકાર, મોહમ્મદ અશરફુલ અને એહસાનુલ હકને આઉટ કરી હેટટ્રીક લીધી હતી તો લસિથ મલિંગાએ 2007નાં વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના શૉન પોલાક, એન્ડ્રયૂ હૉસસ, જેક કાલિસ અને મખાયા એનટિનીને સતત ચાર બોલમાં હેટટ્રીક વિકેટ ઝડપી હતી જ્યારે 2011નાં વર્લ્ડકપમાં કેન્યા સામે તન્મય મિશ્રા, પીટર ઑનગોંડો અને શેમ એનગોચેને આઉટ કરી હેટટ્રીક વિકેટ લીધી હતી

બ્રેટ લી, ઓસ્ટ્રેલિયા
2003નાં વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનાં આક્રમક બોલર બ્રેટલી પણ હેટ્રિક વિકેટ લીધી હતી બ્રેટ લીએ કેન્યાનાં કેનેડી ઓટિએનો, બ્રિજલ પટેલ અને ડેવિડ ઓબુયાને આઉટ કરી હેટ્રિક વિકેટ પોતાના નામે કરી હતી

કીમર રોચ, વેસ્ટન્ડિઝ
વેસ્ટઇન્ડિઝનાં કીમર રોચે પણ 2011નાં વર્લ્ડ કપમાં નેધરલેન્ડનાં પીટર સીલાર, બોર્નાડ લૂટ્સ અને બેરેન્ડ બેસ્ટડિકને આઉટ કરી હેટટ્રીક પૂરી કરી હતી

સ્ટીવન ફિન, ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર સ્ટીવન ફિને 2015નાં વર્લ્ડકપમાં બ્રેડ હેડન, ગ્લેન મેક્સવેલ અને મિશેલ જોનસનની વિકેટ ઝડપી હેટટ્રીક લીધી હતી

જેપી ડ્યૂમિની, દક્ષિણ આફ્રિકા
2015ના વર્લ્ડકપમાંજે પી ડ્યૂમિનીએ શ્રીલંકા સામેની ક્વાર્ટર ફાઇનલના આઠમી ઓવરના છેલ્લાં બોલે એન્જલો મેથ્યૂસ અને નવી ઓવરનાં પહેલાં બોલે કુલશેખરા અને પછી કૌશલની વિકેટ લઈ હેટટ્રીક પોતાના નામે કરી હતી
Recommended