લિંબાયતમાં મોડીરાત્રે સફાઈ કરનારાને પોલીસે માર માર્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ
  • 5 years ago
સુરતઃલીંબાયત વિસ્તારમાં મોડીરાત્રે સફાઈ કામ કરનારા કર્મચારીઓને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવવામાં આવ્યો હતોSMC કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કર્મચારીને પાછળથી આવી પોલીસે માર મારીને નાસી ગયા હોવાનો કર્મચારીએ આક્ષેપ કરતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો લિંબાયત વિસ્તારમાં રાત્રિ દરમિયાન સફાઈ કરતાં કર્મચારીને દંડો વાગતાં સાંઠા પડી ગયા હતાં અગાઉ પણ એક મહિના પહેલા સફાઈ કામ કરનારા કર્મચારીઓને હેરાન કરવાની સાથે પોલીસના જવાનો ગાળા ગાળી કરીને માર મારતાં હોવાની પોલીસમાં અરજી આપવામાં આવી હતી ત્યારે આ રીતનો ફરી બનાવ બનતા સફાઈ કામદારોએ મોડીરાત્રે ઉચ્ચઅધિકારીઓને ઘટનાસ્થળે બોલાવીને રજૂઆત કરી હતી
Recommended