PG સંચાલક 7 ફ્લેટનો માલિક ત્રણ ગેરકાયદે, બે વાર ચોરી થઈ છતાં ન જાગ્યો
  • 5 years ago
અમદાવાદઃ શહેરના સીજી રોડ પર આવેલા કમલ-નયન એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીમાં મોડી રાત્રે ઘુસીને યુવકે હોલમાં ઉંઘતી મહિલા સાથે વિકૃત હરકતો કરી હોવાની ઘટના સામે આવી છે 14 જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી ત્રણ માળના કમલ-નયન એપાર્ટમેન્ટમાં એ અને બી બ્લોકમાં કુલ 18 ફ્લેટ આવેલા છે સ્થાનિકો મુજબ, પીજી ચલાવી રહેલા સની સિંહની માલિકીના 7 ફ્લેટ છે તેમાં પણ ચોથા માળે ગેરકાયદે ત્રણ ફ્લેટ ઉભા કરી દીધા છે માત્ર એટલું જ નહીં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગમાં ઓફિસ અને મેસ પણ ગેરકાયદે છે, જે હાલ ભયજનક સ્થિતિમાં છે આ ઘટના બન્યા બાદ નવરંગપુરા પોલીસ પીજીના માલિક સનીસિંહને પૂછપરછ માટે લઈ ગઈ હતી
Recommended