ઓમ બિરલા સ્પીકર પદે ચૂંટાયા, મોદી જાતે તેમને ચેર સુધી લઈને આવ્યા
  • 5 years ago
નવી દિલ્હી:ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર ચૂંટાયા છે બુધવારે કાર્યવાહી શરૂ થતાં જ વડાપ્રધાન મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો અને દરેક સાંસદોએ તેને સમર્થન આપ્યું હતું ત્યાર પછી મોદી જાતે તેમને ચેર સુધી લઈ ગયા હતા કોટા-બૂંદીથી સાંસદ બિરલાએ મંગળવારે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતુંબિરલાને સંઘની પસંદ માનવામાં આવે છે તેમના મોદી અને શાહ સાથે પણ સારા સંબંધો છે ગુજરાત અને બિહારના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પણ નજીકના માનવામાં આવે છે બિરલાના શાહ સાથે સંબંધો ત્યારે મજબૂત થયા જ્યારે યુપીએ સરકારમાં શાહને ગુજરાત બહાર કરી દેવામાં આવ્યા હતા ત્યારપછી શાહ ઘણાં સમય સુધી દિલ્હી રહ્યા હતા 2014ની લોકસભામાં ઓમ બિરલાને ઘણી સમિતિમાં જગ્યા આપવામાં આવી હતી તેમને એસ્ટિમેટ કમીટિ, પીટિશન કમીટિ, ઉર્જા સંબંધી સ્ટેન્ડિંગ કમીટિ અને સલાહકાર કમીટિના સભ્ય બનાવવામાં આવ્યા હતા
Recommended