પ્રદર્શનકારીઓની વચ્ચે ઍમ્બ્યુલન્સ ફસાઈ હતી, ગણતરીની સેંકન્ડોમાં તો રસ્તો કરી આપ્યો
  • 5 years ago
એક તરફઆપણા દેશમાં જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક મારીને નીકળી જવાની ફિરાકમાં હોય કે પછી તેને જોઈને પણ રસ્તોઆપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય તેવામાં હોંગકોંગના પ્રદર્શનકારીઓની આ સિવિક સેન્સનો વીડિયો જોઈને સોશિયલ મીડિયાઅભિભૂત થઈ ગયું હતું ગત રવિવારે પણ હોંગકોંગમાં વિવાદાસ્પદ અને પ્રસ્તાવિત પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) બિલના વિરોધમાં લોકોએ પ્રદર્શનકર્યું હતું મળતી વિગતો પ્રમાણે આ રેલીમાં અંદાજે 10 લાખ કરતાં પણ વધુ લોકો જોડાયા હતા ચિક્કાર મેદની હોવાથી ત્યાં પગ મૂકવાની પણજગ્યા નહોતી તેવામાં જ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ઍમ્બ્યુલન્સ આગળ જવા માટે સાયરન વગાડતી વગાડતી નજીક પહોંચી ગઈ હતીસામાન્ય રીતે તો આ ઍમ્બ્યુલન્સને આવી ભીડ વચ્ચેથી જો પસાર થવાનું આવે તો કેટલો સમય લાગે તે કોઈ જ કહી ના શકે પણ સુખદ આશ્ચર્ય
વચ્ચે માત્ર થોડીક જ સેંકન્ડમાં આ ભીડ બાજુએ હટી ગઈ હતી એ પણ કોઈના પણ પ્રયત્નો સિવાય હોંગકોંગના આ પ્રદર્શનકર્તાઓની આવીસજાગતા અને માનવીય અભિગમને દુનિયાએ પણ વખાણ્યો હતો યૂઝર્સે પણ આ વિડીયો જોઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કોમેન્ટ્સકરી હતી કે આ પ્રદર્શનકારીઓએ એક માણસનો જીવ બચાવીને તેમની પરિપક્વતા અને સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા છે
Recommended