મમતા સાથેની મુલાકાત બાદ 7 દિવસથી ચાલતી ડોકટર્સની હડતાળ પૂર્ણ
  • 5 years ago
મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સુરક્ષા અંગેનું આશ્વાસન મળ્યાં બાદ સોમવારે બંગાળના ડોકટર્સે હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે ડોકટર્સે સીએમને કહ્યું હતું કે અમને કામ કરતાં સમયે ડર લાગે છે જે અંગે મમતાએ ડોકટર્સની સુરક્ષાનો વિશ્વા અપાવ્યો અને કહ્યું કે દરેક હોસ્પિટલમાં પોલીસ ઓફિસર તહેનાત રહેશે 10 જૂને કોલકાતાની એનઆરએસ હોસ્પિટલમાં ડોકટર્સની સાથે મારપીટ થઈ હતી, આ ઘટનાના વિરોધમાં 11 જૂનથી રાજ્યભરના ડોકટર્સ હડતાળ પર હતા

મમતાને ડોકટર્સના પ્રતિનિધિમંડળને કહ્યું કે એનઆઈએસ હોસ્પિટલમાં સાથીઓની સાથે મારપીટ કરનારાંઓને કડક સજા મળે મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે હુમલામાં સામેલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે કોઈ પણ ડોકટર વિરૂદ્ધ બંગાળ સરકારે કેસ દાખલ નથી કર્યો હવે દરેક સરકારી હોસ્પિટલમાં ફરિયાદ નિવારણ સેલ બનાવવામાં આવશે
Recommended