વાયુ વાવાઝોડામાં રાહત કામગીરીના ભાગરૂપે BAPS દ્વારા 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા
  • 5 years ago
વાયુ વાવાઝોડાના પગલે બચાવ કામગીરીના ભાગરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગોંડલના શ્રી અક્ષર મંદિરમાં 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે રાજ્યમાં વાયુ ચક્રવાતની ભયાનક અસરના પગલે રાહત બચાવ કામગીરીની પૂર્વ તૈયારીઓ શરુ કરાઈ છે, જે અંતર્ગત અસરગ્રસ્તો માટે ગોંડલ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષર મંદિર દ્વારા ફૂડપેકેટ્સ બનાવવામાં આવ્યા છે ગોંડલમાં આવેલ અક્ષર મંદિર દ્વારા અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટસ તૈયાર કરવાની સેવા સ્વયંસેવકોએ કરી હતી ગરમાગરમ બુંદી અને ગાંઠિયાના કુલ 15 હજાર જેટલા ફૂડપેકેટ્સ અક્ષર મંદિરના ૪૫૦ જેટલા મહિલા સ્વયંસેવિકાઓ અને ૬૦ જેટલા પુરુષ સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા
Recommended