સાળાએ બનેવીને જાહેરમાં જ છરીના ઘા ઝિંક્યા

  • 5 years ago
તેલંગાણાના હૈદરાબાદમાં આવેલા એસઆર નગરમાં ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો મેહમુદ અલી અને અહમદ અલી નામના બે યુવકોએ 21 વર્ષીય ઈમ્તિયાઝ પર છરીથી હિચકારો હુમલો કર્યો હતો યુવકને લોહીથી લથપથ ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો શુક્રવારે જાહેરમાં જ એક યુવક પર થયેલા આ હિંસક હુમલાનો વીડિયો પણ વાઈરલ થયો હતો પોલીસે આખી ઘટનામાં તપાસ હાથ ધરીને પ્રાથમિક માહિતી પણ આપી હતી જેમાંડિસીપી એઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે આરોપીઓની બહેન સાથે ભોગ બનનાર યુવકે થોડા દિવસ પહેલાં લવ મેરેજ કર્યા હતા જો કે યુવતીના પિતા સહિત તેના ભાઈઓને આ લગ્ન મંજૂર ના હોવાથી બંને જણા ભાગી ગયા હતા એક દિવસ યુવતીના પિતાએ સમાધાનના નામે અલગ જ પ્લાન બનાવીને બંનેને મળવા માટે બોલાવ્યા હોવાની વાત પણ બહાર આવી હતી જ્યાં જ રસ્તામાં બંને આરોપીઓએ યુવક પર હુમલો કરીને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ પણ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે પહેલી નજરે ઑનર કિલિંગ જેવા લાગતા આ કેસમાં અન્ય દિશાઓમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ પોલીસે યુવતીના પિતા, કાકાઓ અને હુમલો કરનાર બંને ભાઈઓની પણ ધરપકડ કરીને વધુ માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી સ્થાનિક લોકોએ તો પોલીસને એ પણ જણાવ્યું હતું કે નવ લોકોએ આ કપલની ગાડી રોકી હતી આરોપીઓએ ઈમ્તિયાઝ પર હુમલો કર્યો તે પહેલાં વચ્ચે પડેલી તેમની બહેન અને ઈમ્તિયાઝની પત્નીની આંગળી પણ છરીથી કાપી નાખી હતી

Recommended