માણસનો પગ જડબામાં દબોચીને જતા મગરના વીડિયોનું સત્ય આ છે
  • 5 years ago
ધર્મનગરી અયોધ્યાની સરયૂ નદીમાં મહાકાય મગર દેખાયો હોય તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે નદીની રેતમાં આળોટતા આ મગરનો વીડિયોસોમવતી અમાસના દિવસે રેકોર્ડ કરાયો હતો આવો નજારો જોઈને ત્યાં રહેલા લોકોમાં પણ હડકંપ મચી ગયો હતો તો સાથે જ સ્થાનિક તંત્રએપણ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી હતી નદીમાં એક મગર કોઈ બાળકને ખેંચીને લઈ ગયો હોવાની વાત સામે આવતાં જ તરત જઅન્ય વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો જેમાં મગર તેના જડબામાં કોઈ માણસનો પગ દબોચીને પાણીમાં તરી રહ્યો છે આ વીડિયોમાં દાવોકરાયો હતો કે સરયૂ નદીમાં મગર બાળકને કિનારા પરથી ખેંચીને લઈ ગયો હતો વાઈરલ થઈ રહેલા બે વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલપણ ફેલાયો હતો જો કે બાદમાં જ્યારે અમે આ વીડિયોની તપાસ હાથ ધરી તો તે અયોધ્યાનો નહીં પણ ઈન્ડોનેશિયાનો વીડિયો હોવાનું સામેઆવ્યું હતું આ ઘટના સૂલાવેસીની મૂર્કી નદીમાં એપ્રિલ મહિનામાં ઘટી હતી નહીં કે અયોધ્યાની સરયૂમાં જેથી સ્પષ્ટ કહી શકાય કે આ વીડિયોઅયોધ્યાનો નથી પણ ઈન્ડોનેશિયાનો છે સાથે જ સરયૂ કિનારે જોવા મળેલા મગરનો બીજા વીડિયોની પુષ્ટી કરીને તંત્રએ કહ્યું હતું કે આ મગરથીડરવાની જરૂર નથી કેમ કે તે આદમખોર પ્રજાતિમાં નથી આવતો
Recommended