ધોનીએ પેરા સ્પેશિયલ ફોર્સને સન્માન આપ્યું,ગ્લવ્સ પર દેખાયું ‘બલિદાન બેઝ'નું ચિન્હ
  • 5 years ago
દક્ષિણ આફ્રિકા સામે ભારતે તેની પહેલી વર્લ્ડ કપ મેચ રમી છે આ મેચમાં ભારતીય વિકેટ કિપર મહેન્દ્ર સિંહ ધોનીએ અનોખા અંદાજમાં પેરા સ્પેશિલ ફોર્સને સન્માન આપ્યું છે મેચ દરમિયાન તેમના ગ્લવ્સ પર 'બલિદાન બેઝ' જોવા મળ્યો હતો આ ચિન્હનો ઉપયોગ દરેક વ્યક્તિ ન કરી શકે તેને માત્ર પેરા કમાન્ડો જ લગાવી શકે છે પેરા સ્પેશિયલ ફોર્સને સામાન્ય રીતે પેરા એસએફ કહેવામાં આવે છે આ ભારતીય સેનાનું સ્પેશિયલ ઓપરેશન યૂનિટ હોય છે પેરા સ્પેશિયલ ફોર્સે જ 2016માં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી
Recommended