AN-32 વિમાનને શોધવા ITBPના 4 પર્વતારોહકો અને વાયુસેનાના 5 જવાન તપાસમાં જોડાયા
  • 5 years ago
ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32ની તપાસમાં બુધવારે સવારે આઈટીબીપીના સર્વશ્રેષ્ઠ 4 પર્વતારોહી અને વાયુસેનાના 5 જવાનો મોકલવામાં આવ્યા છે જવાનોને એડ્વાન્સ લાઈટ હેલિકોપ્ટર દ્વારા નંદા દેવી બેસ કેમ્પ પાસે ઉતારવામાં આવ્યા છે આ દરેક જવાન પહેલેથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનને જોઈન કરશે AN-32 સોમવારે આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી તેમાં ક્રૂ મેમ્બર સહિત 13 લોકો હતા

AN-32ની તપાસમાં મંગળવારે પણ નેવીની સ્પાઈ એરક્રાફ્ટ અને ઈસરોના સેટેલાઈટને સર્ચિંગ માટે મોકલવામાં આવ્યા હતા વાયુસેનાએ સર્ચ અભિયાનમાં સુખોઈ-30 અને સી-130 વિમાન મોકલ્યા છે જોરહાટ એરબેઝ ચીન સીમાની નજીક આવેલુ છે અરુણાચલની મેનચુકા એરફિલ્ડથી ઉડાન ભરતી વખતે વિમાનનો સંપર્ક ટૂટ્યો હતો

અરુણાચલ અને આસામના અમુક હિસ્સા પર નજર:વાયુસેનાએ કહ્યું છે કે, ગ્રાઉન્ડ પર સર્ચ ઓપરેશન કરી રહેલી ટીમ પાસેથી ક્રેશ સંભવિત જગ્યાઓ વિશે અમુક રિપોર્ટ મળ્યો છે હેલિકોપ્ટરને તે લોકેશન પર મોકલવામાં આવ્યા છે પરંતુ હજી સુધી વિમાનનો કાટમાળ મળ્યો નથી વાયુસેનાના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ઈસરોના સેટેલાઈટ દ્વારા પણ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે તેના દ્વારા અરુણાચલ અને આસામના અમુક વિભાગો પર નજર રાખવામાં આવી રહી છે