શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ 9 મુસ્લીમ મંત્રીઓએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો

  • 5 years ago
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદથી જ દેશભરમાં સાંપ્રદયિક હિંસા ફેલાઈ છે ત્યારબાદ સોમવારે 9 મુસ્લીમ મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે મંત્રીઓના કહ્યા પ્રમાણે, હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવાઈ રહ્યાં છે અને સરકાર રક્ષા કરવામાં નિષ્ફળ નિવડી છે એપ્રિલમાં થયેલા આત્મઘાતી હુમલામાં 258 લોકો મોતને ભેટ્યા હતા

દેશભરમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન બાગ સોમવારે 9 મંત્રીઓ અને 2 પ્રાંતિય રાજ્યપાલોએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે જેમાં કેબિનેટ મંત્રી કબીર હાશિમ, ગૃહ મંત્રી હલીમ અને રિશદ બતીઉદ્દીન સામેલ છે તેમની સાથે રાજ્યમંત્રી ફૈઝલ કાસિમ , હારેશ, અમીર અલી શિહાબદીન , સૈયદ અલી જાહિર મૌલાના ઉપરાંત ડેપ્યુટી મિનિસ્ટર અબ્દુલ્લા મહરુફે પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે

Recommended