ઈન્કમટેક્સ અધિકારીએ પોતાનો જીવ જોખમમાં મૂકી સાપનું રેસ્ક્યૂ કર્યું

  • 5 years ago
મધ્યપ્રદેશના ઈન્દોરથી એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો છે જેમાં બિરલા પબ્લિક સ્કૂલમાંથી ઈન્કમટેક્સ અધિકારીએ સાપ પકડ્યો હતો સાપની ગતિવીધી ધીમી જણાતાં શેરસિંહ ગિન્નારેએ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, ઘોડાપછાડ સાપ પર જંતુનાશક છાંટવામાં આવ્યું છે શેરસિંહ ગિન્નારેએ પોતાનો જીવ જોખમમાં મૂકી ભૂંગળી વડે સાપનાં પેટમાં પાણી નાંખીને સાપને ઊલ્ટી કરાવી હતી સાપની હાલત સુધરતાં સ્નેક કેચરે તેને જંગલમાં છોડી મૂક્યો હતોસાપના દિલધડક રેસ્ક્યૂ અને અધિકારીની માનવતા નો વીડિયો વાઈરલ થયો છે