બોરીવલી રેલવે સ્ટેશન બહાર શૌચાલયના પાણીમાંથી બનાવતો હતો ઈડલી
  • 5 years ago
મુંબઈઃ સ્ટ્રીટફૂડની શુદ્ધતાને લઈને હંમેશાં સવાલ ઉઠાવવામાં આવે છે જાહેર સ્થળો પર કે રસ્તા વચ્ચે ખુલ્લામાં ઉભા રહેતા ખોમચાવાળા કે લારીવાળાઓ તેની ખાદ્યસામગ્રીમાં વપરાતું પાણી ક્યાંથી લાવતા હશે તે જાણવાની ઈચ્છા તમને થઈ છે ક્યારેય? રેલવે સ્ટેશન પર ગંદા પાણીથી બનાવાતા લીંબુ સરબતના વીડિયો બાદ વધુ એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયો મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન બહારનો છે વીડિયોમાં એક ઈડલી વેચનાર ખોમચાવાળો સ્ટેશનના શૌચાલયમાંથી ગંદુ પાણી કેનમાં ભરીને વાપરી રહ્યો છે આ વાતની જાણકારી મળતા એક વ્યક્તિએ તેનો વીડિયો શૂટ કર્યો અને જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તમે આ ટોયલેટનું પાણી શા માટે વાપરો છો તો તેણે જવાબ આપતા કહ્યુ હતુ કે કેમ આ પાણીમાં શું ખરાબી છે ત્યારે વીડિયો શૂટ કરનારે કહ્યુ કે ટોયલેટનું પાણી શું સારૂ હોય છે તો તે કહે છે કે આ ટોયલેટ નથી અને તે હડબડીમાં પાણીનું કેન ત્યાં જ ઠલવીને જતો રહે છે અને ઈડલીની લારીએ ઉભો રહી જાય છે પરંતુ આ વીડિયો વાઈરલ થયા બાદ ઈડલીવાળાએ ધંધો બંધ કરી દીધો છે
Recommended