ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા લક્ઝરી બસ પલટી, 35થી વધુ મુસાફર ઘાયલ

  • 5 years ago
પાલનપુર:દાંતીવાડા નજીક આવેલા મોટી મહુડી ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો જેમાં રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી એક લકઝરી બસ પલટી મારી ગઇ હતી જેમાં લકઝરી બસમાં સવાર 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતામોટી મહુડી ગામ નજીક શુક્રવારે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો જેમાં રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી લક્ઝરી બસ નંબર આરજે 19 પીએ 4094 3 વાગે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા લક્ઝરી બસે પલટી મારી દીધી હતી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી ઘટનાને લઇ ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા જ્યારે બસમાં સવાર ઘાયલોને પાલનપુર પાંથાવાડા સહિત ડીસાની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા

Recommended