નો ટોબેકો ડે નિમિતે સિગારેટના મોડલને ફાંસી આપી વ્યસન છોડવા સંદેશો અપાયો
  • 5 years ago
વડોદરાઃવર્લ્ડ નો ટોબેકો ડે નિમીત્તે રેસકોર્ષ ચકલી સર્કલ ખાતે સીગારેટના મોડલને જલ્લાદ દ્વારા ફાંસી આપીને લોકોને તમાકુ, સીગરેટ જેવા વ્યસનો છોડવાનો સંદેશો આપવામાં આવ્યો હતો નિલેષ ટાંક અને સુખવિન્દરે જણાવ્યું હતું કે, તમાકુ અને તમાકુ બનતી સીગારેટ, ગુટખા જીવલેણ છે કેન્સર જેવા જીવલેણ રોગોને આમંત્રણ આપે છે લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે રેસકોર્ષ સર્કલ ખાતે સીગારેટનું મોડેલ તૈયાર કરીને જલ્લાદ દ્વારા ફાંસી આપવામાં આવી હતી આ સાથે સહી ઝુંબેશ રાખવામાં આવી હતી જેમાં મેયર ડો જીગીશાબહેન શેઠ, ઓનએનજીસીના મધુરીકાબહેન સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા વલ્ડ નો ટોબેકો દિને લોકોન તમાકુ, સીગારેટ જેવા વ્યસનો છોડવા અપિલ કરી હતી