રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં મંગળવારથી રંધાઈ રહી છે 'દાલ રાયસીના'
  • 5 years ago
પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે આજના આ ભવ્યાતિભવ્ય સમારંભમાં 8000 મહેમાનો માટે પીરસાનાર વાનગીઓમાં એક ખાસ છે દાલ રાયસિના નામ સાંભળીને ચોક્કસ તમને થોડુંક અટપટુ લાગ્યું હશે પરંતુ આપણા રાષ્ટ્રપતિ ભવનના રસોડાની આ સ્પેશ્યલ ડીશ છે આ દાળ બનાવતા એક બે કલાક નહીં પરંતુ પૂરા 48 કલાક લાગે છે દાલ રાયસીના કસુરી મેથી, ગરમ મસાલો ઉમેરીને ખાસ રીતે બનાવવામાં આવે છેસુત્રો મુજબ દાલ રાયસિના બનાવવાની તૈયારી મંગળવારથી જ શરૂ કરી દેવાઈ છે આ દાલ રાયસીના બનાવવા માટેની તમામ વસ્તુઓ લખનઉથી મંગાવવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા અશોક મલિકના જણાવ્યા મુજબ આ શપથગ્રહણ સમારોહ દોઢ કલાક સુધી ચાલશે જે બાદ બિમસ્ટેક દેશોના નેતાઓ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડૂ અને વડાપ્રધાન સહિત 40 ગણમાન્ય નેતાઓને આ સ્પેશિયલ ભોજન પીરસવામાં આવશે
Recommended