પોલીસવાળો કૂદ્યો 60 ફૂટ ઉંડા બોરવેલમાં, બે મજૂરોને બચાવ્યા
  • 5 years ago
તેલંગાણાના કરીમનગરમાં આવેલા મડીપલ્લી ગામમાં બોરવેલમાં ફસાયેલા બે મજૂરોનું પોલીસ ઈસ્પેક્ટરે એકલા હાથે જ દિલધડક રેસ્ક્યુ કર્યું હતુંઘટનાસ્થળે પહોંચેલા સૂજન રેડ્ડી નામના આ પોલીસકર્મીને ઘટનાની ગંભીરતા સમજાઈ ગઈ હતી ફાયર બ્રિગેડની રાહ જોવાના બદલે પોતાનોજીવ જોખમમાં નાખીને સીધા બોરવેલમાં ઉતરી ગયા હતા તેમની આવી હિંમત જોઈને તરત જ સ્થાનિકો પણ તેમની મદદ કરવા લાગ્યા હતા 60ફૂટ ઉંડી બોરવેલમાં માત્ર દોરડાના સહારે જ તે મજૂરોને બહાર નીકાળવાની કવાયત કરવા લાગ્યા હતા જો કે બાદમાં ત્યાં ફાયર બ્રિગેડની ટીમે પણ પહોંચીને અંદર નિસરણી નાખીને તેમને બહાર કાઢવામાં મદદ કરી હતી બંને મજૂરોનું દિલધડક રીતે બહાર નીકાળીને તેમને સારવાર અર્થે
દાખલ કરાયા હતા તો સાથે જ આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ ડિઆઈજીએ પણ પોલીસ ઈસ્પેક્ટરની આવી બહાદુરીને વખાણી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બોરવેલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાના કારણે મજૂરોની હાલત કફોડી થઈ હતી જેથી તે સમયસર ઉપર આવી શક્યા નહોતા જોસૂજન રેડ્ડીએ સમયસૂચકતા વાપરીને અંદર ઉતરવાનો નિર્ણય ના કર્યો હોત તો કદાચ પરિણામ અલગ પણ હોય શકતું હતુ
Recommended