સુરક્ષાના દાવા વચ્ચે રક્ષક જ ભક્ષક બન્યા, મહિલાને બેલ્ટથી ફટકારી

  • 5 years ago
સેવા, સુરક્ષા અને સહયોગનો દાવો કરનાર હરિયાણા પોલીસના ફરિદાબાદના સ્ટાફનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે મહિલા સુરક્ષાનીવાતો કરતી પોલીસ જ એક મહિલાને પોલીસ સ્ટેશનની બહાર બેલ્ટથી માર મારતી કેમેરામાં કેદ થઈ હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એકપોલીસકર્મી લાચાર મહિલાને બેલ્ટથી ફટકારે છે જે જોઈને બીજો સ્ટાફ તેની મજા લઈ રહ્યો છે સૌથી નવાઈની વાત તો એ હતી કે ઓક્ટોબર2018નો આ વીડિયો અત્યારે વાઈરલ થયો હતો જેને જોઈને સફાળા જાગેલા પોલીસખાતાએ સોમવારે કાર્યવાહી હાથ ધરી હતી જો કે આખોમામલો મહિલા આયોગના ધ્યાનમાં આવતાં જ તેમણે આ મુદ્દે તપાસ હાથ ધરી હતી પોલીસ કમિશ્નરે પણ ઘટનાની ગંભીરતા સમજીને તત્કાળ જપાંચ પોલીસવાળાઓને સસ્પેન્ડ કરીને તેમના પર કેસ પણ નોંધ્યો હતો હવે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છેજેથી આરોપીઓ સામે કડક
કાર્યવાહી કરવા માટે પૂરાવાઓ મેળવી શકાય

Recommended