માઉન્ટ એવરેસ્ટ બન્યું મોતની સીડી, 9 દિવસમાં મૃત્યુઆંક 11
  • 5 years ago
ઇન્ટરનેશનલ ડેસ્કઃવિશ્વની સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટથી પરત ફરી રહેલા વધુ એક માઉન્ટેનિયર્સનું મોત થયું છે આ મોત બાદ વર્ષ 2019માં મૃત્યુ પામનાર પર્વતારોહકોની સંખ્યા 11એ પહોંચી છે નેપાળ સરકારના અધિકારીએ આ અંગે પુષ્ટિ કરી છે નેપાળના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના મેનેજરે જણાવ્યું કે, અમેરિકન વકીલ ક્રિસ્ટોફર જ્હોન કુલિશ (62)નું એવરેસ્ટના નેપાળ તરફ આવતા સ્થળ પર પહાડની ટોચ પર પહોંચ્યા બાદ મોત થયું છે વર્ષ 1922 બાદ માઉન્ટ એવરેસ્ટ પર અંદાજિત 200 પર્વતારોહકોના મોત થયા છે બીજી તરફ, દાયકાઓથી અહીં જમા થયેલા કચરાને હટાવવા નેપાળ સરકારે એપ્રિલ મહિનાથી સફાઇ અભિયાન શરૂ કર્યુ છે જેમાં ઉંચાણવાળા ચઢાણમાં માહેર 12 શેપરાઓની સ્પેશિયલ ટીમ પણ સામેલ હતી આ ટીમે એક મહિનાથી વધુ સમયમાં આખા કચરાને જમા કરી લીધો છે સફાઇ અભિયાન દરમિયાન 4 મૃતદેહો પણ મળી આવ્યા હતા