બી.ટેક કરીને નોકરી શોધતી હતી, અચાનક લોકસભાની ટિકિટ મળીને સાંસદ બનીને ઇતિહાસ રચ્યો
  • 5 years ago
લોકસભાની ચૂંટણીના પરિણામે ઘણા બધા રેકોર્ડ સર્જ્યા છે જેમાં ચંદ્રાણી મુર્મૂએ 25 વર્ષ અને 11 મહિનાની ઉંમરે ઓરિસ્સાના સૌથી યુવા સાંસદબનીને પણ એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો થોડા મહિના અગાઉ જે યુવતી બીટેક કરીને નોકરી શોધી રહી હતી તેણે સાંસદ બનીને ઇતિહાસ રચીદીધો હતો 25 વર્ષીય ચંદ્રાણી મુર્મૂ એન્જિનિયરિંગ સ્નાતક છે જેઓBJDની ટિકિટ પર ક્યોંઝરની બેઠક પર લડીને સંસદમાં પહોંચ્યાં છે આલોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે ચંદ્રાણીએ બે વાર સાંસદ રહેલા ભાજપના અનંત નાયકને 66 હજાર મતથી હરાવ્યા હતાપોતાની આવી ભવ્ય જીતથી લાગણીશીલ થઈને તેમણે જણાવ્યું હતું કે હું તો મારું એન્જિનિયરિંગ પૂરૂ કરીને સરકારી નોકરીની તૈયારી કરતી
હતી મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું રાજનિતીમાં આવીશ મારી આ જીત અકલ્પનીય છે સાથે જ તેમણે તેમના પર ભરોસો મૂકવા બદલક્યોંઝરની જનતા અનેBJDના પ્રમુખ નવીન પટનાયકનો પણ આભાર માન્યો હતો તમને એ પણ જણાવી દઈએ કે16મી લોકસભામાં દુષ્યંતચૌટાલા 26 વર્ષની ઉમરે સૌથી યુવા સાંસદ બન્યા હતા
Recommended