આગમાંથી જીવતા બચનારે વર્ણવ્યો કૂદતી વેળાનો વલોપાત
  • 5 years ago
સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખો દેશ સ્તબ્ધ છે ગુજરાતની બ્લેક ફ્રાઈડેકહી શકાય તેવી આ ઘટનામાં ઉપર ફસાયેલા વિદ્યાર્થીઓ સામે ચાલીને નીચે કૂદકો મારવા માટે મજબૂર બન્યા હતા આ ગોઝારી ઘટનામાં કેટલાક કૂદકો મારીને જીવતા બચી પણ ગયા હતા આવો જ નસીબદાર કહી શકાય એવો એક 15 વર્ષીય વિદ્યાર્થી રામ વાઘાણી પણ હતો જેણે આગના ધુમાડાથી ગુંગળાતાં ગુંગળાતાં પણ એક નાજુક ક્ષણે બારીમાંથી ડોકિયું કરીને નીચે કૂદકો મારવાનો જોખમી નિર્ણય લઈ લીધો હતો તેના મનમાં કદાચ એક વિચાર રમતો હશે કે જીવતા બળી મરવું એના કરતાં જીવવા કૂદી જવું સારું જો કે ચમત્કારિક બચાવ બાદ રાત્રે રામ સ્વામીનારાયણ ગુરૂકુળની સત્સંગ સભામાં પહોંચ્યો હતો જ્યાં તેણે સંતો અને હરિભક્તો સમક્ષ દુર્ઘટના સમયનો માહોલ અને તેની મનોદશાનું વર્ણન કર્યું હતું તે પોતે આજે જીવતો છે તેનો શ્રેય સ્વામીનારાયણ ભગવાનના આદેશને આપ્યો હતો સાંભળી લો આ વીડિયોમાં કે કેવો સંકેત હતો સ્વામીનારાયણ ભગવાનનો
Recommended