ભારતીય ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ વિમાન પ્રવાસના વાઈરલ વીડિયોનું સત્ય

  • 5 years ago
વર્લ્ડકપ માટે ભારતીય ટીમ બુધવારે ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગઈ છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો સ્પેશિયલ પ્લેનમાં ઈંગ્લેન્ડ જતી વખતનો 25 જૂન 2018ના દિવસનો વીડિયો હાલ ફરી વાઈરલ થઈ રહ્યો છે જેમાં હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલ દરેક ખેલાડીઓ પાસે જઈને તેમની પ્રતિક્રિયાઓ જાણી રહ્યા હતા આ મજેદાર વીડિયો લોકો સોશિયલ મીડિયા પર ‘વર્લ્ડ કપ રમવા જઈ રહેલી ટીમનો હાલના વીડિયો’ તરીકે શેર કરી રહ્યા છે દિવ્ભાસ્કરકોમની ટીમે આ વીડિયોનું સત્ય જાણવા માટે પ્રયત્ન કર્યો જેમાં વીડિયોની હકિકત સામે આવી



જે પ્રમાણે ખરેખર આ વીડિયો જૂનો છે જેને 25 જૂન 2018ના દિવસે BCCIની વેબસાઈટ પર ઓફિશિયલ અપલોડ કરાયો છે વળી, વીડિયોમાં જોવા મળતાં ઉમેશ યાદવ અને મનીષ પાંડેને વર્લ્ડ કપ માટેની હાલની ટીમમાં સામેલ નથી કરાયાં કે એલ રાહુલ જૂન 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભાગ લઈ ચૂક્યો છે ત્યારે વીડિયોમાં કોહલીએ કહ્યું હતુ કે, કે એલનો આ પ્રથમ ઈંગ્લેન્ડ પ્રવાસ છે પરંતુ વિશ્વ કપ માટેનો હવેનો પ્રવાસ રાહુલનો બીજો પ્રવાસ ગણાય આ બધા મુદ્દાઓ પરથી એ વાત સાબિત થાય છે કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો જૂનો છે

Recommended