લે.જનરલ રણબીર સિંહે કહ્યું- બાલાકોટ એર સ્ટ્રાઈક ભારતીય વાયુસેનાની એક મોટી ઉપલબ્ધિ

  • 5 years ago
ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફટનન્ટ જનરલ રણબીર સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ખુલાસો કર્યો છે તેઓએ કહ્યું કે થોડાં દિવસ પહેલાં ડીજીએમઓએ એક આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર 2016માં એક જ સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે અમે જે કહી રહ્યાં છીએ તે જ તથ્યાત્મક છે રાજકીય પાર્ટીઓ કંઈ પણ કહે તેને સરકાર જવાબ આપશે હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ દાવો કર્યો હતો કે યુપીએના શાસનમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી

લેફટનન્ટ જનરલે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ પર હવાઈ હુમલા ભારતીય વાયુસેનાની એક મોટી ઉપલબ્ધિ હતી, જેમાં આપણાં વિમાનોએ દુશ્મનના વિસ્તારમાં ઘણે અંદર સુધી જઈને આતંકીઓના લોન્ચપેડને ધ્વસ્ત કર્યા હતા પાકિસ્તાનીઓએ બીજા દિવસે હવાઈ કાર્યવાહી કરી જો કે તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો તેઓએ કહ્યું કે આ વર્ષે આપણાં જવાનોએ 86 આતંકીઓને ઠાર કર્યા છે લગભગ 20ની ધરપકડ કરી છે આતંકીઓ વિરૂદ્ધ આ રીતે જ અમારું અભિયાન ચાલતું રહેશે

Recommended