ધૂળની ડમરીએ શહેરને બાનમાં લીધું, દર ઉનાળામાં આસમાની આફત ઉમટે
  • 5 years ago
ચીનમાં આવેલા ઝિલિંગોલ લીગમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ધૂળની ડમરીઓના કારણે આ શહેરમાં વિઝિબિલીટીના પ્રાબ્લેમ્સ પણ થવા લાગ્યા હતા આંધીનો આતંક એટલો ભયાનક હતો કે લોકો જ્યાં હતા ત્યાં જ ઉભા રહી ગયા હતા તો સાથે જ ઘરોમાં પણ રેતી ઘૂસી ગઈ હતી આખો વિસ્તાર ગોબીના રણની પાસે હોવાથી દર ઉનાળામાં રેતી વંટોળિયામાં પલટાઈને શહેરને બાનમાં લે છે જેના કારણે લોકોને પણ માસ્કથી પોતાનો ચહેરો ઢાંકવાની ફરજ પડી હતી આખા શહેર પર પીળા કલરનું પાતળું આવરણ રચાઈ ગયું હોય તેવો નાટ્યાત્મક નજારો સર્જાયો હતો આના કારણે ત્યાંનું તાપમાન પણ રાતોરાત જ 13 ડિગ્રીથી ઘટીને સીધું જ 8 ડિગ્રીએ આવી ગયું હતું તંત્રએ પણ લોકોને આવા હવામાન પલટા વચ્ચે ખાસ તકેદારી રાખવાની સૂચનાઓ આપી હતી