વોટિંગ બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ- આ દેશને બચાવવાની ચૂંટણી, બીજેપીની હાર નક્કી
  • 5 years ago
નવી દિલ્હીઃલોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે 12 વાગ્યા સુધી સૌથી વધુ બંગાળમાં 38% મતદાન થયું છે ઝારખંડમાં 31% અને મધ્યપ્રદેશમાં 28% વોટ નોંધાય છે આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં હિંસાના સમાચાર છે રાજ્યમાં ઝારગ્રામના ગોપીવલ્લભપુરમાં ભાજપ કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો છે પાર્ટીએ તૃણુમૂલ પર હત્યાનો આરોપ લાગ્યો છે તો પૂર્વ મિદનાપુરના ભગવાનુરમાં પણ ભાજપના બે કાર્યકર્તા અનંતુ ગુચેત અને રંજીત મૈતીને ગોળી મારવામાં આવી છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ ફેઝમાં 979 ઉમેદવારો મેદાનમાં છે 2014માં ભાજપને આ 59 બેઠકમાંથી 45 સીટ પર મળી હતી તો 1 બેઠક સહયોગી પાર્ટી લોકજન શક્તિ પાર્ટીએ જીતી હતી જ્યારે કોંગ્રેસને 2, TMCને 8, સપાને 1, ઈનેલોએ 2 સીટ પર જીત મેળવી હતીઆ તબક્કામાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 14, બંગાળની 8 અને ઝારખંડની 4 સીટ પર મતદાન ચાલી રહ્યું છે બંગાળની બેરકપુર સીટના બૂથ નંબર 116 અને આરમબાગના બૂથ નંબર 110 પર પુનર્મતદાન થઈ રહ્યું છે આ ઉપરાંત ત્રિપુરાની 168 પોલિંગ બૂથ અને પુડ્ડુચેરીના 1 બૂથ પર પણ પુર્નમતદાન થઈ રહ્યું છે
Recommended