માઉન્ટ એવરેસ્ટ પર 6331 મીટરની ઉંચાઈએ રગ્બી રમ્યા
  • 5 years ago
કાઠમાંડૂ- દુનિયાના સૌથી ઉંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટ પર ખેલાડીઓ રગ્બી મેચ રમ્યા હતા 6331 મીટર એટલે કે 20 હજાર 771 ફૂટની હાઈટ પર આ ચેરિટી મેચ રમવામાં આવી હતી આ મેચ ઈસ્ટ રોંગબુક ગ્લેશિયર પર રમવામાં આવી હતી આટલી ઉંચાઈ પર કોઈ રમત રમાઈ હોય તેવું પહેલીવાર જ બન્યું હતું જેના કારણે આ મેચ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી વૂડન સ્પૂન નામના એનજીઓનો મેચનું આયોજન કરવાનો મુખ્ય હેતુ નાણાકીય ભંડોળ મેળવવાનો હતો આ સંસ્થા વિકલાંગ બાળકો માટે સ્પોર્ટ્સની પ્રવૃતિ કરાવે છે આ મેચ દ્વારા તેમણે 2 લાખ 50 હજાર પાઉન્ડ એટલે કે અંદાજે 2 કરોડ 27 લાખ રૂપિયા એકઠા થયા હતા એક ટીમમાં સાત ખેલાડી હતા જો કે જ્યારે આ ખેલાડીઓ મેચ રમતા હતા ત્યારે તેમને ઉંચાઈના લીધે થાક અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી આવી વિષમ પરિસ્થિતીમાં પણ તેમણે મેચ પૂર્ણ કરી હતી
Recommended