વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કનું ATM ન તુટતા ઉઠાવવાનો પ્રયાસ
  • 5 years ago
રાજકોટ:શહેરના 80 ફૂટ રોડ નેરૂનગર અટિકા વિસ્તારમાં ગત મોડી રાત્રે અસામાજીક તત્વોએ વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના બંધ ATMના તાળાતોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીમનું તાળું ન તુટતા બુકાનીધારી શખ્સોએ આખુ ATM ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો બુકાનીધારીઓએ અઢી વાગ્યા આસપાસ ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા ન મળતાં ATM બહાર મુકીને ફરાર થઈ ગયા હતાસમગ્ર ઘટનાની જાણ થતાં સિક્યુરિટી મેને અધિકારીઓને જાણ કરી પોલીસ કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી જેથી ભક્તિનગર પીસીઆર સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે