વડોદરામાં બિલ્ડર ગૃપને ત્યાં આવકવેરા વિભાગનો સર્વે, બિલ્ડર્સ લોબીમાં ફફડાટ

  • 5 years ago
વડોદરાઃ વડોદરા શહેરના બિલ્ડર મહેન્દ્રભાઇ પટેલ પ્રા લિ કંપનીને ત્યાં આવકવેરા વિભાગે સર્વે શરૂ કર્યો છે આઇટી વિભાગ દ્વારા ગોત્રી ખાતે આવેલી ઓફિસ, તેમના નિવાસસ્થાન અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સર્વે હાથ ધર્યો છે સર્વે દરમિયાન મોટાપાયે કાળુ નાણું બહાર આવે તેવી શક્યતાઓ છે સર્વેની કામગીરીમાં વડોદરા, અમદાવાદ અને સુરતની ટીમો દ્વારા સોમવાર સવારથી શરૂ કરાયો છે જે આજે પણ ચાલુ હતો