ખેડૂતો પાસેથી ખરીદેલી તુવેરના સેમ્પલ 21 દિવસ બાદ પેક કરવામાં આવ્યા

  • 5 years ago
ભાવનગર: કેશોદ, વિસાવદર બાદ તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેરના કૌભાંડની ગંધ આવી રહી છે અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે 14 એપ્રિલ સુધી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી જે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હોય તે ખેડૂતની ખરીદી કરતાં પહેલા ખેડૂતના તુવેરના જથ્થામાંથી થોડીક તુવેર લઈ એનું સેમ્પલ કરવાનું હોય છે સેમ્પલિંગમાં અલગ અલગ 6 પેરામિટર નક્કી કરેલા છે જો ખેડૂતનું સેમ્પલ મંજૂર થાય પછી જ ખરીદી કરવાની હોય છે આ સેમ્પલ થઈ ગયા બાદ તેને સીલ કરી સાચવી રાખવાનું હોય છે પરંતુ ખરીદી પૂર્ણ થયાને 21 દિવસ થઇ ગયા ત્યારે આજે રવિવારે સેમ્પલનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે જેને લઇ તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ તુવેર કૌભાંડની આશંકા વ્યક્ત કરાઇ છે

Recommended