ગઢડાના ગોપીનાથજી મંદિરની ચૂંટણીનું મતદાન, દેવપક્ષના ભાનુપ્રસાદ સ્વામીનો હુરિયો બોલાવ્યો
  • 5 years ago
ગઢડા: ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ રહી છે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઇનો લાગી છે એક બેઠક બિનહરિફ થતા 6 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર છે કુલ 27 બૂથ પર 20 હજાર જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે જે સાંજના પાંચ વાગ્યે પૂર્ણ થશે મતદાનને લઇને સવારથી જ મતદારોની લાંબી લાઇનો લાગી છે તેમજ દેવપક્ષના ભાનુપ્રસાદ સ્વામીનો મતદારોએ હુરિયો બોલાવ્યો હતો અને 10 વાગ્યા સુધીમાં 17 ટકા મતદાન થયું છે