મિત્રોએ ઉજવણીના ઉન્માદમાં બર્થડે બોયને માર્યો ગડદાપાટુનો માર, જન્મદિવસે જ દોસ્તોએ જીવ લીધો હોવાની આશંકા

  • 5 years ago
સોશિયલ મીડિયમાં વાઈરલ થઈ રહેલા એક વીડિયોને જોઈને જ યૂઝર્સ પણ સદમામાં આવી ગયા હતા વીડિયોમાં પણ દાવો કરાયો હતો કે કોઈ IMMમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓએ તેમના મિત્રની જન્મદિવસની ઉજવણી બર્થડે બમ્પથી શરૂ કરી હતી તમને જણાવી દઈએ કે દુનિયાનાકેટલાક દેશોમાં આ બર્થડે બમ્પનો જોખમી ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં જે વ્યક્તિનો જન્મદિવસ હોય તેની કેક કટ થાય તે પહેલાં જ ત્યાં હાજર બધા દોસ્તારો તેને લાતો કે મૂક્કા મારે છે જો કે આ નિર્દોષ મસ્તી પણ હવે ઘાતક સાબિત થઈ રહી હોવાના બનાવો પણ બહાર આવી રહ્યા છે ઘણીવાર ઉજવણીના ઉન્માદમાં બધા મિત્રો ભાન ભૂલીને બર્થડે બોયને ગંભીર રીતે ઈજાઓ થાય તે રીતે મૂઢમાર મારે છે જેને સાચી સાબિત કરે છે આ વાઈરલ વીડિયો આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બધા મિત્રોએ ભેગા મળીને તેમના જ મિત્રની બર્થડેની ઉજવણીના ભાગરૂપે માર મારવા લાગે છે જે બાદ એવું કહેવાય છે કે પેટમાં ગંભીર ઈજાઓ થવાથી આ સ્ટૂડન્ટનું મોત થયું હતું જો કે વીડિયો જોઈને એક વાત તો ચોક્કસ છે કે દોસ્તારોએ જન્મદિવસના ઉન્માદમાં ભાન ભૂલીને યુવકને મસ્તી મસ્તીમાં પણ માર માર્યો હતો જો કે આ યુવકનું મૃત્યુ થયું હતું કે નહીં તે વાતની કોઈ જ પુષ્ટી થઈ શકી નહોતી આ વાઈરલ વીડિયો જોઈને અનેક યૂઝર્સે આવું સેલિબ્રેશન નહીં કરવાની તેમજ જો આ યુવક ખરેખર મોતને ભેટ્યો હોય તો વીડિયોમાં દેખાતા અન્ય યુવકો પર ઈરાદાપૂર્વકની હત્યાનો ગુનો નોંધવાની પણ અપીલ કરી હતી

Recommended