મહિલાઓને ફરજિયાત તામસી નદીમાં વેરી બનાવી પાણી ઉલેચવાનો વારો
  • 5 years ago
વાઘોડીયાઃવાઘોડીયા તાલુકામાં આવેલ ચણેઠયાપુરા ગામ અંટોલી ગ્રામ પંચાયતની હદમાં આવેલ 150 જેટલી વસ્તી ધરાવતુ ગામ છે આ ગામમાં હાલના ઉનાળાની ગરમીના દિવસોમાં પીવાના પાણી મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ગામમાં પાણીની ટાંકી, બોરવેલ, પાણીની લાઈન તો છે પરંતુ આ બોરવેલના પાણી પીવા લાયક નથી જે ક્ષાર વાળુ તેમજ ખારુ હોય તેમ ગ્રામજનોનું કહેવુ છે ત્યારે પીવાના પાણીનો પ્રશ્ન હાલમાં ઉભો થતા ગામની મહીલાઓને ઘણી મુશ્કેલી વેઠીને ગામથી એક કિમી દૂર પસાર થતી તામસી નદીમાં જવુ પડે છે
Recommended