ગ્રાઉન્ડ રિપોર્ટ- બનાસકાંઠામાં‘બેટી પઢાઓ’ સુત્ર અસ્થાને, બેટી ભણવા જાય તો પાણી કોણ ભરે?

  • 5 years ago
બનાસકાંઠા: ગુજરાતના ગરબા જોવા દેશ વિદેશથી હજારો લોકો આવે છે પણ અહીં સગા ભાઇના લગ્નના ગરબા જોવા બહેન જઇ શક્તી નથી કારણે કે ટેન્કર વડે ભરેલો કૂવો ખાલી થઈ જાય તે પહેલાં પાણી ભરી લેવાનું છે ગુજરાતની મહેમાનગતિ દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ અહીંના ગામલોકો ઈચ્છે છે કે બીજા ગામોમાં મજૂરીએ ગયેલા લોકો પાછા ન આવે કારણ કે એ લોકો આવશે તો બધું પાણી ખલાસ થઈ જશે અહીં માત્ર સાત ગ્લાસ પાણીમાં વાસણ માંજવા પડે છે 8000 ક્યુસેક પાણીની ક્ષમતાવાળી નર્મદા નહેર અહીં પહોંચી છે એમ કહેવાય છે પણ મોટા ભાગના ગામોમાં ઘરમાં પુરતું પાણી નથી આ વાત છે ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરથી એનું નામ બનાસકાંઠા પડ્યું છે પણ જિલ્લાનુ નામ તરસકાંઠો હોવુ જાઈએ આ જિલ્લાની હદમાં પ્રવેશો એટલે શરૂ થાય છે એક તરસ, એક અફાટ ન પુરી થાય એવી તરસ

Recommended