વિનાશક ફેની વાવાઝોડાંમાં પણ રાહત કાર્ય પૂરજોશમાં
  • 5 years ago
ફેની વાવાઝોડાંને કારણે ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લા- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચારસંહિતા દૂર કરી છે આ નિર્ણય રાહત કાર્યોમાં આવનારી સંભવિત અડચણોને કારણે લેવામાં આવ્યો છે આ પહેલાં ફેની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ઓરિસ્સાના પુરી કાંઠે ટકરાયું હતું અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે

મુખ્યમંત્રીનવીન પટનાયકગુરુવારે મોડી સાંજે પુરીની રાહત શિબિર સંગઠન કાર્યાલય પહોંચ્યા હતા અને દરેક તૈયારીની માહિતી લીધી હતી તેમણે લોકોને ઘર અને શિબિરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે તેમણે દરેક ઓફિસરોને પરિસ્થિતિનો સામનો કરવા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવાનો આદેશ આપ્યો છે



એનડીઆરએફની 28, ઓરિસ્સાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપિડ ફોર્સની 20 યૂનિટ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટના 525 લોકો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે તે સિવાય સ્વાસ્થય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે આ સિવાય સ્વાસ્થ્ય વિભાગની 302 રેપિડ રિસ્પોન્સ ફોર્સ ટીમ તહેનાત કરવામાં આવી છે રાહત શિબિરમાં ભોજનની વ્યવસ્થા કરવા માટે 5000 કિચન બનાવવામાં આવ્યા છેરેડક્રોસ જેવી સંસ્થાઓ અસરગ્રસ્તોને જીવન જરૂરિયાતની સામગ્રીઓની કીટ પહોંચાડશે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટર દ્વારા રાહતસામગ્રી વહેંચી હતી
Recommended