પક્ષીથી થયેલો વિચિત્ર એક્સિડેન્ટ કેમેરામાં કેદ, આકાશમાંથી સીધું જ મહિલાચાલક પર પડ્યું
  • 5 years ago
ચીનના ગૂઈઝોહુના લૂઓડિયન પ્રાંતની સડક પર એક શોકિંગ અકસ્માત જોવા મળ્યો હતો જેના સીસીટીવી સામે આવતાં જ લોકોને પણ આ અજીબોગરીબ અક્સ્માત જોઈને નવાઈ લાગી હતી ગત મહિને દ્વિ-ચક્રીય વાહન લઈને નીકળેલી એક મહિલા પર આસમાનમાંથી એક આફત આવીને પડતાં જ તે નીચે પટકાઈ હતી લોકો પણ આ અકસ્માત જોઈને હેરાનીમાં મૂકાઈ ગયા હતા કેમ કે આ મહિલાચાલકની ઉપર અચાનક 10 કિલો જેટલું વજન ધરાવનાર આ કલહંસ(ગૂઝ્) નામનું પક્ષી પડ્યું હતું જે બાદ તેણીએ બેલેન્સ ગુમાવ્યું હતું સદનસીબે તેને આ અકસ્માતના કારણે કોઈ જ પ્રકારની ગંભીર ઈજાઓ નહોતી થઈ આ પંખી તેના પર ક્યા કારણોસર પડ્યું હતું તેની પણ કોઈ માહિતી સામે આવી નહોતી
Recommended